તમામ સરકારી યોજના
કન્યા સમૃદ્ધિ યોજના
હેતુ : પોસ્ટ વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત મહત્વાકાંક્ષી યોજનાઓનું સુદઢ અમલીકરણ.
યોગ્યતા: સ્ત્રી સંતાનનાં માતા કે પિતા અથવા કાનૂની વાલી ખાતુ ખોલાવી શકે. બાળકીનો જન્મ થાય ત્યારથી દસ વર્ષની ઉંમર સુધી(વધુમાં વધુ બે બાળકીના) લઘુત્તમ રૂ.૧૦૦૦ની રકમ સાથે ખાતુ ખોલાવી શકાય છે.
ફાયદાઓ: આ યોજના અંતર્ગત બાળકીના લીગલ/નેચરલ ગાર્ડિયન રૂ. ૧૦૦૦ થી રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની રકમ વર્ષ દરમિયાન જમા કરાવી શકે છે. હપ્તાની સંખ્યા મર્યાદિત નથી.
- અન્ય કોઇપણ બચત યોજના કરતાં સુકનન્યા శa વ્યાજ દર અધિક મળે છે.
- એક બાળકી માટે માત્ર એક જ ખાતું ખૂલી શકે છે.
- કલમ-૮૦ સી અંતર્ગત ઇન્કમટેક્ષમાં રાહતનો લાભ મેળવી શકાય છે.
- બાળકીની ઉંમર ૧૮ વર્ષની ત્યારે પ૦ ટકા સુધીની આંશિક ઉપાડની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાધ કરી શકાય છે.
કાર્યપધ્ધતિ:
- આ યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપર્ક કરવો
- કન્યાનું જન્મનું પ્રમાણ પત્ર રજુ કરવું આવશ્યક છે
અમલીકરણ સંસ્થાઓ: આ યોજનાનો લાભ લેવા નજીકની પોસ્ટ ઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંક શાખાનો સંપર્ક કરવો.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
હેતુ: બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.૧૦ લાખ સુધીની લોન માટેની જોગવાઇ. આ યોજનાનો માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૮મી એપ્રિલ ૨૦૧પનાં રોજ શુભારંભ કરાયો છે.
તા.૦૮/૦૪/૨૦૧પનાં રોજ માનનીય વડાપ્રધાન દ્વારા ઉત્પાદન, સેવા, નાના વ્યવસાય અને વેપાર હેઠળ આવનાર નાની બિઝનેસ પ્રવૃત્તિઓને લોન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું ઉદઘાટન કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લોન નીચે મુજબ ત્રણ વર્ગમાં ઉપલબ્ધ છે.
- શિશુ લોન-રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન
- કિશોર લોન-રૂ.૫૦,૦૦૦/- થી રૂ.૫ લાખ સુધીની ૯
- તરૂણ લોન-રૂ.૫ લાખ થી રૂ.૧૦ લાખ સુધીની
યોગ્યતા: કોઇ પણ ભારતીય નાગરીક
લાભો / લોન
- જામીન સિવાય લોનની સુવિધા ઉપલભ્ધ છે
- મહિલાઓ દ્વારા આયોજિત ને ૦.૨૫ ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
- ઉત્પાદન, વ્યવસાય અરીસોર્ફોરા પ્રવૃત્તિઓ માટે લોનની સુવિધાઓ:
વાહન વ્યવહાર પ્રવૃતિ માટે લોન: ઓટો રીક્ષા, નાના માલવાહક વાહનો, થી વ્હીલર્સ,
પેસેનજર ખરીદવા માટે લોન.
સામૂહિક, સામાજિક અને વ્યક્તિગત સેવા પ્રવૃત્તિ માટે લોન: જેવી કે સલૂન, બ્યુટી પાર્લર જીમ બ્યુટીકસ , દરજીની દુકાન, ડ્રાય કિલનિંગ, સાયકલ અને મોટરસાયકલ રીપેરીગ દુકાન, ઝેરોક્ષ માટેની દુકાન, દવાની દુકાન, કુરિયર એજન્ટસ સેવાઓ વગેરે માટે લોન.
ફૂડ પ્રોડક્ટસ પ્રવૃત્તિ માટે લોન: ગૃહ ઉદ્યોગો જેવા કે પાપડ, અથાણાં, જામ કે જેલી બનાવવા, ગ્રામ્ય કક્ષાએ કૃષિ ઉત્પાદનોનું સંરક્ષણ, મીઠાઇની દુકાનો, નાના ફૂડ સ્ટોલસ અને કેન્ટીન સેવાઓ, આઇસ અને આઇસ્કીમ બનાવવાના એકમો, બિસ્કીટ, બ્રેડ બનાવવના એકમો વગેરે.
અમલીકરણ સંસ્થાઓ: કોઇ પણ બેંકની શાખાઆમ આદમી બીમા યોજના
હેતુ : આમ આદમી બીમા યોજના ગ્રામીણ જમીન વિહોણા ઘર માટે એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજનાની શરૂઆત રજી ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ કરવામાં આવી.
યોગ્યતા: ૧૮ થી પ૯ વર્ષ વચ્ચેની વય ધરાવતી વ્યક્તિ.
ફાયદાઓ: આ યોજના હેઠળ કુટુંબની મુખ્ય વ્યક્તિ અથવા એક કમાતા સભ્યને આવરી લેવામાં આવશે.
- પ્રતિ વ્યક્તિ દીઠ વાર્ષિક પ્રિમિયમ રૂ.૨૦૦/- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકસરખા ભાગે વહેંચવામાં આવશે. જેથી વીમા રક્ષિત વ્યક્તિએ કોઇ પ્રિમિયમ ભરવાનું રહેશે નહીં.
- કુદરતી મૃત્યુ પર રૂ.૩૦,૦૦૦/-
- અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં અથવા અકસ્માત કારણે અપંગતાના કિસ્સામાં રૂ. ૭૫,૦૦૦/-
- અકસ્માતના કારણે આંશિક અપંગતાના માટે(એક આંખ અથવા એક પગ ગુમાવ્યથી) રૂ. ૩૭,૫૦૦/-
અમલીકરણ સંસ્થાઓ: આ ફંડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) દ્વારા જાળવવામાં આવે છે
સુરક્ષા બંધન યોજના
હેતુ :
આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ તથા આ યોજનાનો ઉદ્દેશ્ય એ એક પ્રકારની જીવન વીમા પોલીસી છે. જેમાં વીમા ધારકના કોઇપણ કારણસર થયેલા મૃત્યુ સામે તેના વારસદાર/પરિવારજનોને રૂપિયા બે લાખ ચૂકવવામાં આવશે.
યોગ્યતા:
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.
ફાયદાઓ:
આ યોજના અંતર્ગત ૦૩ યોજનાઓનું જોડાણ કરવામાં આવેલ છે
સુરક્ષા ડિપોઝીટ યોજના:
હેતુ :
આ યોજના અંતર્ગત કોઇપણ વ્યક્તિ PMSBY યોજનાના સતત કવરેજ માટે ફક્ત એક વખત ભેટની વ્યવસ્થા, જે માટે ફક્ત એક વાર રૂ. ૫૦૦૧ રોકડ અથવા ચેક મારફતે ચુકવવાની વ્યવસ્થા.
જીવન સુરક્ષા ડિપોઝીટ યોજના: આ યોજના અંતર્ગત કોઇપણ વ્યક્તિના PMSBY અને PMJJBY કવરેજ માટે ફકત એક વખત ભેટની વ્યવસ્થા. જે માટે રૂ. ૫૦૦૧ની રકમ રોકડમાં અથવા ચેક મારફત જમા કરાવવાની વ્યવસ્થા.
જીવન સુરક્ષા ગીફટ ચેક:આ યોજના અંતર્ગત કો હતિ પ્રધાનમંત્રી સુરક્ષા બંધન યોજના સતત કવરેજ માટે ફકત એક વખત યવસ્થા. આ માટે જે વ્યક્તિ વીમા પ્રિમિયમ ગિફ્ટ આપવા ઇચ્છતું હોય તે જે તે વ્યક્તિના નામનો રૂ.૩૫૧/- નો ડીમાનડ ડ્રાફ્ટ અથવા ગિફ્ટ ચેક ખરીદી શકશે.
અમલીકરણ સંસ્થાઓ: આ યોજનાનો લાભ લેવા નજીકની કોઇપણ બેંકની શાખાનો સંપર્ક કરવો.
પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના (PMFYB)
યોજનાનો ઉદેશ
- અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવો.
- ખેડૂતોની આવક સ્થિર રાખવી જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી રહે.
- ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું.
- કૃષિ ક્ષેત્રમાં ધિરાણ/નાણાંનો પ્રવાહ જાળવી રાખવો.
પાત્રતાના ધોરણો
- બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના આવરી લેવાને પાત્ર છે.
- બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવી (એટલે કે ધિરાણી ખેડૂતો) ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવાના રહેશે.
યોજનાના ફાયદા / સહાય
- આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા માટે બે ટકા,રવીપાક માટે ૧.૫ ટકા તેમજ વાર્ષિક વાણિજિયક અને વાર્ષિક બુગાયતી પાકો માટે પાંચ ટકા સુધીનું પ્રિમિયમ ભરવાનું થાય છે.
- આ યોજના હેઠળ પાક જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે
વાવેતર ન થવું/રોપણી ન થવી (Prevented sowing):ઓછા વરસાદને કારણે અથવા વિપરીત મોસમની સ્થિતિના કારણે, વીમા હેઠળના સ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડે તેવા સંજોગોમાં.
ઊભો પાક (વાવણીથી લણણી સુધી): અટકાવી ન શકાય તેવા જોખમો એટલે કે દુકાળ, વરસાદ ન પડવો, પૂર, વધારે વરસાદ/જળબંબાકાર, જીવાત અને રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડું, બરફના તોફાન, ચક્રવાત અને ચક્રવાતના કારણે થતો વરસાદ તેમજ કમોસમી વરસાદ/માવઠાંના જોખમોના કારણે થતુંનુકસાન વ્યાપક રીતે આવરી લેવામાં આવે છે.
કાપણી પછીના નુકસાન: કાપણી બાદના બે સપ્તાહ સુધીના સમયને આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
સ્થાનિક આપત્તિઓ: નોટીફાઈડ વિસ્તારમાં કરા પડવા, જમીન ખસવી અને જળ બંબાકારના કારણે સ્થાનિક વિસ્તારમાં પાકને નુકસાન.
ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ : મુખ્ય પાકો માટે મધ્યવતી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ
પ્રક્રિયા :
રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અધ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શ મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરવાનું રહેશે તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરે છે જે તે ઋતુનો ઠરાવ બહાર પાડશે.જેના આધારે જે તે નોટીફાઈડ વિસ્તાર પાકો માટે ખેડૂતો દ્વારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજુ કરવાનું રહેશે તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવોઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને ન મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે.
અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા:
ભારતીય કૃષિ વિમા કંપ અને ભારત સરકારશ્રી દ્વારા એમ્પનલડ થયેલ અન્ય વિમા કંપનીઓ પાસેથી ટેન્ડર/બીડ મંગાવી પ્રિમિયમના દર તથા વીમા કંપનીઓ નક્કી કરવાની રહેશે આ સંસ્થા યોજનાની અમલીકરણ સંસ્થા તરીકે કાર્યવાહી કરશે.
અન્ય શરતો: પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના(PMFBY)ની ઓપરેશનલ ગાઈડલાઈનમાં જણાવેલ જોગવાઈઓને ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)
યોજનાનો ઉદેશ્ય:
- "જલ સંચય’ અને "જલ સિંચન' દ્વારા વરસાદી પાણી ઉપયોગ કરીનેજળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો.
- વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બીન પિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની રહેલ છે. સંજોગોમાં. અનુભવ સાથે રક્ષણાત્મક સિંચાઇ ટેકનોલોજી અને ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઇનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદક વધુ આવક દ્વારા ગ્રામીણ વિકાસ હાંસલ કરવો .
પાત્રતાના ધોરણો
- રાજ્ય દ્વારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઇરીગેશન પલાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજ્યનો સ્ટેટ ઇરીગેશન પ્લાન તૈયાર કર્યથી આ યોજના માટે યોગ્યતા/લાયકાત સિધ્ધ થાય છે.
યોજનાના ફાયદા/સહાય
- યોજના અંતર્ગત “પર ડ્રોપ ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો
- પિયત જરૂરીય પયોગીતા વચ્ચે કડી રૂપ બને છે .
- પાણી વિતરણ વ્યવસ્થા મજબુત બને છે.
- પાણી વપરાશની કાર્યક્ષમતા વધે છે .
- પાક ઉત્પાદકતા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે.
- રોગ અને જીવાતથી થતું નુકસાન ઘટે છે.
પ્રક્રિયા :
આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ” ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની , વડોદરા ને ખેતીને લગતા સાધનિક કાગળો સહિત અરજી કરવાની રહે છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
આ યોજના હેઠળ નીચે મુજબના ઘટકો છે.
ઘટકનું નામ
|
અમલીકરણ કરનાર વિભાગ
|
Accelerated Irrigation Benefit Programme (AIBP)
|
નર્મદા, વોટર રીસોસીસ અને કલ્પસર વિભાગ
|
Har Khet Ko Pani
| |
Per Drop More Crop
|
કૃષિ અને સહકાર વિભાગ
|
Watershed development
|
રૂરલ ડેવલપમેન્ટ CEO - GSWAN
|
MNREGA (Water Conservation)
|
રૂરલ ડેવલપમેન્ટરડર્સનલ કમીશનર, મનરેગા
|
આ યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને પર ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લી., વડોદરો છે.
અન્ય શરતો
રાજ્ય દ્વારા તમામ જિલ્લા નોટીસ્ટ્રીક ઇરીગેશન પ્લાન (DIP)તેયાર કરી તેને સ્ટેટ લેવલ સેનકશનીંગ કમિટિમાં મંજૂર કરવાનો રહે છે.
“બેટી વધાવો અભિયાન
યોજનાનો ઉદેશ
સ્ત્રી ભૂણ હત્યા અટકાવવાના હેતુસર ગર્ભના જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મુકતો, ધી પીસી એન્ડ પીએનડીટી એકટ, ૧૯૯૪ રાષ્ટ્રીય કક્ષાએ અમલમાં મુકવામા આવેલ છે. જન્મ સમયે બાળકોના જાતિ પ્રમાણદરમાં સમાનતા લાવવા ગુજરાતમાં ‘‘બેટી વધાવો” અભિયાન અંતર્ગત કાયદાનું સઘન અમલીકરણ કરવામાં આવેલ છે તથા જનજાગૃતિના વિવિધ માધ્યમો દવારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહયો છે. હાલ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ‘ ચાઓ બેટી પઢાઓ’ યોજના અમલમા મુકેલ છે, જેમાં ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સુરત મહેસાણા, રાજકોટ, અમરેલી આણદ, પાટણ અને ભાવ કુલ ૯ જિલ્લાઓ આવરી લેવામાં આવેલ છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
પીસી એન્ડ પીએનડીટી એકટ-૧૯૯૪ની જોગવાઇ અનુસાર કાયદાનું અમલીકરણ કરવા સારુ રાજ્ય સરકાર ઓથોરીટી તરીકે સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરીટી, કલેકટરશ્રી, જિ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા હેરશ્રી, પ્રાંત ઓફિસરશ્રી, કોર્પોરેશન એરીયાની નિમણુંક કરી સદર કાયદાનું અમલીકરણ તથા સંલગ્ન કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
સર્વ શિક્ષા અભિયાન
યોજનાનો ઉદ્દેશો:
રાજયમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને સ્થાયીકરણ અભિવૃદ્ધિના ધ્યેયોને હાંસલ કરવા
૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અનવયે રાઇટ ટુ એજયુકેશન એક્ટ-નો એપ્રિલ ૨૦૦૯-૨૦૧૦થી અમલ.
પાત્રતા :
૬ થી ૧૪ વર્ષના તમામ બાળકો
યોજનાના ફાયદા:
૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકો સામાજિક, આર્થિક કે લિંગભેદ વિના ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તે માટે
- શાળાની માળખાકીય સુવિધાઓનો વિકાસ,
- તાલીમ દ્વારા શિક્ષક સજ્જતા
- કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા લેકા વિદ્યાલય
- વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો ને સાધનસહાય,
- શાળા બહારના બાળકોને ખાસ તાલીમ દ્વારા શાળામાં પુનઃ સ્થાપન
પ્રક્રિયા:
૬ થી ૧૪ વયજૂથના ત કોને સાર્વત્રિક શિક્ષણ આપવાના દયેયને પરિપુર્ણ કરવા માટે
- રાઇટ ટુ એજયુકેશન એક્ટની ૨૦૦૯ જોગવાઇ મુજબ શાળાની ઉપલબ્ધતા
- સ્પેશિયલ ટ્રેનિંગ ) વયજૂથના શાળા બહારના બાળકો માટે ૬ થી ૧૪ : વયકક્ષા મુજબ નજીકની શાળામાં નામાંકન અને સ્પેશિયલ ટ્રેનીંગ આપી બાળકોને તેમની વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં મેઇન્સટ્રીમ કરવા
- અંતરિયાળ અને શહેરી વંચિત વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા
- ૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
- વિશીષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (CWSN-Children With Special Needs) માટે પ્રારંભિક શિક્ષણ, સાધન સહાય, વાલીને માર્ગદર્શન અને જન જાગૃતિ
- કન્યા શિક્ષણને પ્રોત્સાશન માટે જનજાગૃતિ કાર્યક્રમો અને કે.જી.બી.વી.
- ૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
- પ્રજ્ઞા અભિગમ એટલે ‘‘પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન’ ભાર વિનાનું ભણતર પદ્ધતિ દ્વારા શિક્ષણ
- કોમ્પયુટર એઇલેડ લર્નિગ એટલે કોમ્પયુટર દ્વારા વિષય શિક્ષણનો અભિગમ જરૂરિયાત આધારિત સેવાકાલીન શિક્ષક તાલીમ
અમલીકરણ એજન્સી:
- રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ
- સ્ટેટ પ્રોજેક્ટ કચેરી
- જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી
- તાલુકા કક્ષાએ બ્લોક રીસોર્સ સેન્ટર
- કલસ્ટર કક્ષાએ કલસ્ટર રીસોર્સ સેન્ટર
- શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ
મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના
યોજનાનો ઉદ્દેશ:
- ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુકત સારવાર તદ્દન મફત મેળવી શકે .
પાત્રતાના ધોરણો:
- લાભાર્થી કુટુંબનો ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ તેમજ શહેરી ગૃહ નિમણ અને શહેરી વિકાસ વિભાગની બીપીએલ યાદીમાં સમાવેશ જરૂરી.
- રૂ.૧.૨૦ લાખ કે તેથી ઓછી પારિવારીક વાર્ષિક આવકનો દાખલો.
યોજનાના ફાયદા/ સહાય
- યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવી કે હદય, કીડની, શિશુઓના ગંભીર રોગ, ગંભીર ઇજાઓ, બનસ અને મગજના રોગો જે ઓની કુલ ૫૪૪ જેટલી પ્રોસીજર માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂ.૨ લાખ સુધી કેશલેશ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
- મા કાર્ડ ધરાવતો લાભાર્થી યોજના સાથે જોડાયેલું કુલ ૧૧૨ જેમાં ૬૮ ખાનગી ૧૯ સરકારી તેમજ ૨૫ સ્ટેન્ડ અલોન ડાયાલીસીસ સેન્ટરમાં જઇને લાભ લઇ શકે છે.
- લાભાર્થીના કુંટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું ક્યુ.આર. (કવીક રિસ્પોન્સ) મા / મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવે છે.
પ્રક્રિયા
- મા / મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ તાલુકા કક્ષાએ સ્થાપિત ૨૫૧ કિઓસ્ક તેમજ સીટી કક્ષાએ સ્થાપિત ૬૭ કિઓસ્ક પરથી મેળવી શકે છે.
- લાભાર્થી કુટુંબ ને અંગુઠાના નિશાન લઇ તાલુકા વેરિફાયીંગ ઓથોરિટી દ્વારા ચકાસણી કરી કાર્ડ આપવામાં આવે છે.
અમલીકરણ કરતી કચેરી / એજન્સી /સંસ્થા :
- સ્ટેટ નોડલ સેલની રચના કરવામાં આવેલ છે.
- પ્રોસેસ, હોસ્પિટલ એમપેનલમેન્ટ, આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ માટે Implementation Support Agency તરીકે એમ. ડી. ઇન્ડિયા હેલ્થકેર નેટવર્ક પ્રા.લિ.ને નિયુકત કરેલ છે.
અન્ય શરતો
- યોજના હેઠળ મા/મા વાત્સલ્ય કાર્ડ કઢાવવું જરૂરી છે.
- યોજના અંતર્ગત ગંભીર બીમારીઓની નિયત કરેલ પ૪૪ પ્રોસિજરોની સારવાર સંલગ્ન હોસ્પિટલોમાંથી જ મળવાપાત્ર થાય છે.
અન્ય યોજનાઓ
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના
યોજનાનો ઉદ્દેશ:
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબોને, કુટુંબદીઠ વર્ષ દરમિયાન વધુમાં વધુ ૧૦૦ દિવસ રોજગારીની બાંહેધરી આપવાનો આ યોજનાનો ઉદ્દેશ છે.
પાત્રતાના ધોરણો:
યોજના હેઠળ તમામ ગ્રામીણ કુટુંબોના પુખ્ત વયના સદસ્યો કે જેઓ સવેતન રોજગારી મેળવવા શારિરીક શ્રમ તથા બિનકુશળ કામ કરવા ઇચ્છુક હોય, તેવા કુટુંબો આ યોજનાનો લાભ લઇ શકે છે.
યોજનાના ફાયદા/સહાય:
જોબ કાર્ડ ધારક ગ્રામીણ કુટુંબને વધુમાં દિવસ રોજગારી આપવાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોકોપયોગી અને સામૂહિકમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પ્રક્રિયા:
રોજગારી વાચ્છક કુટુંબોએ સંબંધિત ગ્રામ/તાલુકો(પંચાયત સમક્ષ સળંગ ૧૪ દિવસની રોજગારી લેખિત/મૌખિક સ્વરૂપે માંગણી કર રહે છે. આવી માંગણી થયેથી જોબકાર્ડ ધારક કુટુંબને ગ્રામ પંચાયત દ્વારા દિન-૧પમાં કામ શરૂ કરી રોજગારી પૂરી પાડવાની રહેશે. પ્રોગ્રામ ઓફીસર તે માટે ચીઠ્ઠવાડિક ઇ-મસ્ટર ઇસ્કુલ્યુ કરશે. ગ્રામ પંચાયત દ્વારા કામ શરૂ કરાવી, મસ્ટર નિભા પ્રોગ્રામ ઓફિસરને ચુકવણા માટે મોકલી આપશે. પ્રોગ્રામ ઓફિસરની કચે કરેલ કામોના માપો લઇ શ્રમિકે કરેલ કામના પ્રમાણમાં મળવાપાત્ર વેતન ૧૫ દિવસમાં કે તે કુટુંબના બેન્ક/ પોસ્ટના ખાતામાં જમા કરાવશે. શ્રમિકોની આધાર કાર્ડની વિગતો પણ સ્વેચ્છાએ જોડી શકાશે.
અમલીકરણ કરતી કચેરી /એજન્સી/સંસ્થા:
યોજનાના કામોનું અમલીકરણ ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત, સરકારશ્રીના સંબંધિત વિભાગો, કેન્દ્ર/રાજ્ય પ્રખ્યાત બિન સરકારી સંસ્થા તથા સ્વ-સહાય જૂથો કરશે. જિલ્લા 52 ગ્રામ કો-ઓડીનેટર તરીકે જિલ્લા વિકાસ અધિકારી છે.
અન્ય શરતો:
કામના સ્થળે છાંયડો, તાત્કાલિક સારવારની દવાઓ, પીવાનું પાણી અને ૬ વર્ષથી નીચેના પાંચથી વધુ બાળકો હોય તો ઘોડિયાઘરની સવલતો આપવાની રહેશે. કામ પર અકસ્માતના કિસ્સામાં મળવાપાત્ર રાહત, સામાજિક ઓડિટ અને ફરિયાદ નિવારણ, ઇ-એફ.એમ.એસ. પધ્ધતિથી શ્રમિકોના વેતન ચુકવણા સીધે સીધા શ્રમિકના ખાતામાં જમા કરવા, કામની માંગણી અનુસાર ૧૫ દિવસની સમયમર્યાદામાં રોજગારી પૂરી પાડી ન શકાય તો તે કુટુંબને બેરોજગારી ભથ્થું, વગેરે શરતોનું પાલન કરવાનું રહેશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
યોજનાનો ઉદ્દેશ
રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવક (Merit cum Means)ના ધોરણે આર્થિક સહાય આપવી.
પાત્રતાના ધોરણો
- રૂ. ૬,૦૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો.
- સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટઈલ મેળવનાર વિદ્યાર્થીઓ.
- ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાથીઓ.
યોજનાના ફાયદા/સહાય
ટયુશન ફી સહાય
- સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલનુ સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયે ટ્યૂશન ફીની પ૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈ હોય તેટલી સહાય.
- સ્નાતક કક્ષાના પ્રોફેશન સ માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% રકમ અથવા રૂપિયા ૨૫૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય.
- સ્નાતક કક્ષાના કોર્ષ નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% રકમ અથવા રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય.
- સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની પ૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે હોય તેટલી સહાય
- સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાથીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે.
સાધન-પુસ્તક સહાય
મેડીકલ/ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.૧૦,૦૦૦, ઇજનેરી/ટેકનોલોજી / ફાર્મસી/ આર્કિટેક્ચરના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ.૫,૦૦૦ તથા ડીપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન-પુસ્તક સહાય પેટે રૂ. ૩,૦૦૦ મળવાપાત્ર છે. અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન-પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર છે.
પ્રક્રિયા
- વિદ્યાર્થીએ NIC દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબ પોર્ટલ (http://mysy.guj.nic.in) પર ઓનલાઈન અરજી કરવાની રહે છે
- ઓનલાઇન અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે વિદ્યા ની ખરાઇ હેતુ રાજ્યમાં આવેલા કુલ ૯૧ હેલ્પ સેન્ટર્સ પૈકીના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહે છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
- આ યોજના માટે નોડલ એજન્સી તરીકે કેસીજીને નિયુક્તિ કરવામાં આવેલ છે.
- અભ્યાસક્રમ અનુસાર નીચે જણાવેલું કમિશ્રરશ્રી/નિયામકશ્રીની કચેરીઓ અરજીની અંતિમ ચકાસણી અને અને મંજુરી માટે અધિકૃત કરવામાં આવેલ છે.
- ટેકનિકલ શિક્ષણને લગતા અભ્યાસક્રમ માટે કમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણ કચેરી
- ઉચ્ચ શિક્ષણ લગતા અભ્યાસક્રમ માટે કમિશનરશ્રી, ઉચ્ચ શિક્ષણ કચેરી
- મેડીકલ અને ડેન્ટલ અને પેરામેડીકલને લગતા અભ્યાસક્રમો માટે શ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી
- એગ્રીકલ્યરને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, ખેતીની કચેરી;
- વેટરનરીને લગતા અભ્યાસક્રમો માટે નિયામકશ્રી, પશુ-પાલનની કચેરી;
- આ સિવાયના અન્ય અભ્યાસક્રમો માટે સંબંધિત નિયામકશ્રી / કમિશનરશ્રીની કચેરીઓ દ્વારા અરજીઓની ચકાસણી અને મંજુરીની કાર્યવાહી કરવાની રહેશે.
વૃદ્ધ પેન્શન યોજના
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme - (IGNOAPS)
યોજનાનો ઉદ્દેશ :
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.
પાત્રતાના ધોરણો
- અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
- બી.પી.એલ.યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ.
યોજનાના ફાયદા/સહાય
- ૬૦ થી ૭૯ વર્ષ સુધીનાને રૂ.૪૦૦/- માસિક સહાય (રૂા.૨૦૦/- ભારત સરકાર અને રૂ. ૨૦૦/- રાજ્ય સરકાર)
- ૮૦ વર્ષથી વધુ ઊંમર ધરાવનારને માસિક સહાય (રૂ.૫૦૦/- ભારત સરકાર ૨૦૦/- રાજ્યસરકાર)
પ્રક્રિયા
તાલુકા મામલતદારને નિયત કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી/એજ્ન્સી /સંસ્થા
મહેસૂલ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર)
નિરાધાર વૃદ્ધ અને નિરાધાર અપંગને નાણાંકીય સહાય યોજના
યોજનાનો ઉદ્દેશ:
નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.
પાત્રતાના ધોરણો
- અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. અપંગ અરજદારના કિસ્સામાં ઊંમર ૪પ વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી ૭૫% થી વધુ હોવી જોઈએ
- ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય.
- અરજદારની વાર્ષિક આવક
- ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૪૭,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે રૂા.૬૮,૦૦૦ થી વધુ ન હોય
યોજનાના ફાયદા/સહાય:
રૂ. ૪૦૦/- માસિક (રાજ્ય સરકારનો ફાળો)
પ્રક્રિયા :
તાલુકા મામલતદારે નમૂનામાં અરજી કરવાની હોય છે.
અમલીકરણ કચેરી/એજન્સી/સંસ્થા
મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેક્ટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકા મામલતદારશ્રીઓ.
અન્ય શરતો : છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ.
વિકલાંગ પેન્શન યોજના
ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ (IGNDPS) (કેન્દ્ર સરકારની યોજના)
યોજનાનો ઉદ્દેશ :તીવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.
પાત્રતાના ધોરણો :
- લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં સમાવિષ્ઠ હોવું
- અરજદારની ઊંમર ૧૮ થી વધુ અને ૮૦ વર્ષથી ઓછી હોવી જોઈએ (૧૮ થી ૭૯ વર્ષ) (નોંધ - ૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને રા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (IGNOPS) હેઠળ તબદીલ કરવાના રહે છે)
- અરજદારની વિકલાંગતાની ટકાવા તેથી વધુ હોવી જોઇએ.
યોજનાના ફાયદા/સહાય માસિક રૂા - ૬૦૦ (ભારત સરકાર રૂ.૩૦૦/- + રૂ. ૩૦૦)
પ્રક્રિયા :જિલ્લા સમાજ સુરક્ષા નમૂનામાં અરજી કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા : સમાજ સુરક્ષા હસ્તકના ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.
વિકલાંગ પેન્શન યોજના-સંત સુરદાસ યોજના ( રાજ્ય સરકારની યોજના)
યોજનાનો ઉદ્દેશ: તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.
પાત્રતાના ધોરણો
- લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.
- અરજદારની ઉંમર ૦ થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)
- અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વ ધી જોઈએ.
- તા.૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.
(નોંધઃ- ૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPSમાં તબદીલ કરવામાં આવે છે.)
યોજનાના ફાયદા / સહાય: માસિક રૂા. ૪૦૦/-( રાજ્ય સરકારનો ફાળો)
પ્રક્રિયા :જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નમુનામાં અરજી કરવાની હોય છે.
અમલીકરણ કરતી કચેરી /સંસ્થા :સમાજ સુરક્ષા ખાતા હસ્તક ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.
અન્ય શરતો : છેલ્લા ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ.
વિશેષ નોંધ
- ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦ % કે તેથી વધુ છે.
- રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી.
- ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.
પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના
યોજનાનો ઉદ્દેશ:
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૧: વસતી ગણતરી ૨૦૦૧ મુજબના ૨૫૦ થી વધુ વસતીના આદિજાતિ પર અને પ૦૦ થી વધુ વસતીવાળા બિન આદિજાતિ પરાઓને કનેકિટવિટી આપવી.
પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૨ જે રાજ્યોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૧ મુજબ ના મળવાપાત્ર પર જોડાણ ની ૧૦૦% મંજુરી મેળવી લેવામાં આવી હોય તેવા રાજ્યોના હયાત રોડ નેટવર્ક પૈકી માર્ગદર્શિકા મુજબના માકીંગ ની પાત્રતામાં આવતા પસંદગીના ગ્રામ્ય અને અન્ય જિલ્લા માર્ગોને જોડીને બનતા થુ રૂટને પ.પ મીટર સુધી પહોળા અને મજબૂતીકરણ જોગવાઇઓ છે.
યોજનાના ફાયદા/સહાય
- પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૧ હેઠળ ૨૦ પ૭ પરાઓ અને ૧૨૩૦ બિન આદિજાતિ પરાઓ મળી કુલ ૩૨૮૭ પરાઓ કુલ પ૩૪૮.૯૨ કિલોમીટરની લંબાઈ દ્વારા એક બારમાસી રસ્તા ડાણના લાભ માટે રૂ. ૧૩૬૪.૬૭ કરોડની કિંમતે આવરી લેવા પરાઓને જોડતા પર ૧૨.૩૦ કિલોમીટરના રસ્તાઓના કામો પૂર્ણકરવામાં આવ્યા છે. ઉપરાંત કુલ ૬ ૧૯૧૩૭ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૨૦૦૩.૪૯ કરોડની કિંમતે મજબૂતીકરણ માટે મંજૂરી મેળવી લેવામાં આવી, જે પૈકી ૬૦૬૩ કિલોમીટરની લંબાઇ ના રસ્તાઓની સુધારણા / મજબુતીકરણ ના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્રધાન મંત્રી ગ્રામ સોકુ યોજના -૨ હેઠળ કુલ ૧૧૮૦.૩૧ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૬૭૭,૭૧ કરોડની કિંમતે પહોળા અને સુધારણા/ મજબુતીકરણ માટે મંજૂરી લેવામાં આવી જે પૈકી ૯૦૬.૪૨ કિલોમીટરની લંબાઇના રસ્તાઓના સુધારણા / મજબુતીકરણના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
અમલીકરણ કરતી કચેરી / સંસ્થા /એજન્સી /સંસ્થા :
યોજના રણ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ વિભાગીય કચેરી મારફત અમલ કરવામાં આવે છે તથા રાજ્ય કક્ષાએ સમીક્ષા ગુજરાત સ્ટેટ રૂરલ રોડ ડેવલપમેન્ટ એજન્સી/ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કરવામાં આવે છે.
અન્ય શરતો
- જમીન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
- મંજૂર કરેલ રકમ ઉપરનું નાણાકીય ભારણ જેમ કે - ટૅડર પ્રિમિયમ / સ્ટાર રેટ / એક્સટ્રા – એકસેસ જેવી રકમ વગેરે રાજ્ય સરકારે ભોગવવાની હોય છે.
- નવેમ્બર ૨૦૧પ ના પરિપત્ર થી ભારત સરકારે ૦૧-૦૪-૨૦૧પ થી અમલમાં આવે તે રીતે યોજનાની ફંડીગ પેટર્નમાં ૬૦ :૪૦ (કેન્દ્ર : રાજ્ય) નો ફેરફાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ
યોજનાનો ઉદ્દેશ : ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સંપૂર્ણ વિકેન્દ્રિત અને લોક વ્યવસ્થાપિત આંતરિક પેયજળ યોજના દ્વારા ઘરે-ઘરે નળ જોડાણ થકી પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી. જેમાં મુખ્યત્વે નીચેની કામગીરીનો સમાવેશ થાય છે. પાણી સમિતિની રચના કરવી, પાણી વિતરણ અને સ્વચ્છતાના વ્યવસ્થાપનમાં દરેક સમુદાય અને સ્ત્રીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી, લોકજાગૃતિ કેળવવી, પાણી અને સ્વચ્છતા માટે ઇજનેરી પદ્ધતિઓ વિકસાવવી.
પાત્રતાના ધોરણો :
જે ગામ ગ્રામ પંચાયત તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય ་ ગ્રામ પંચાયતના ભાગ તરીકે હોય તેવા તમામ ગામો.
યોજનાના ફાયદા/સહાય : ગામની સ્થાનિક માંગ અને જરૂરિયાતને આધારિ યોજના થકી પાણી પૂરું પાડવું. લોકભાગીદારીના અભિગમથી યોજનાના પો પર્ણાની ભાવના જાગૃત થાય છે અને તેનું સંચાલન સંપૂર્ણ આત્મનિર્ભર અને વિકેન્દ્રિત ધોરણે થાય છે.
પ્રક્રિયાઃ વાસમોના સામાજિક તેમજ તકનીકી સભ્યોના માર્ગદર્શનથી નીચે મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પાણી સમિતિની રચના એકશન પ્લાનની મંજૂરી. જિલ્લા જળ અને સ્વચ્છતા સમતિમાં યોજના મંજુર કરી પાણી સમિતિ થકી અમલીકરણ કરાવવું.
યોજના પૂર્ણ થયા બાદ ગ્રામસભામાં યોજનાના મરામત અને નિભાવણી માટે ખાસ પાણીવેરાની રકમ નક્કી કરવી તેમજ યોજનાનું આત્મર્પણ કરી સંચાલન અંગેની તાલીમ આપવી
અમલીકારણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા : ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતિ (પાણી સમિતિ) દ્વારા જેમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઝેશન (વાસમો) માર્ગદર્શન આપવાનું કામ કરે છે.
અન્ય શરતો :
રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમના ધારાધોરણ પ્રમાણે આંતરિક પેયજળ વ્યવસ્થાપનની યોજનાની કુલ કિંમતના ૧૦ટકા જેટલી રકમ પાણી સમિતિ દ્વારા ગામ લોકો પાસેથી એકઠી કરીને યોજનાના અમલીકરણ હેતુ ઉપયોગ કરવાની રહે છે. આ બાબતે સહમત થતા તમામ ગામો આ યોજનાનો લાભ લઇ શકે છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના
યોજનાનો ઉદ્દેશ:
- અસંગઠિત ક્ષેત્રનાં પરિવારોને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય અને તેઓને કેશલેસ સારવાર સુવિધા મળી રહે .
- ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને બીમારીના સમયે નાણાકીય જવાબદારીઓ સામે રક્ષણ પૂરું પાડવું .
પાત્રતાના ધોરણો
- બી.પી.એલ. કુટુંબો, રેલ્વે પોર્ટર, બીડી વર્કર, મનોરેગા હેઠળના શ્રમિકો, અન્ય કારીગર વર્ગ
- ૪૦ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.
યોજનાના ફાયદા/સહાય
- વાર્ષિક રૂ.૩૦,૦૦૦ સુધીનો કુટુંબદીઠ તબીબી સેવા ખર્ચ હેઠળ આવરી લેવાય છે.
- પૂર્વ અસ્તિત્વમાં હયાત રોગ પણ દિન એકથી આવ લેોમાં આવે છે અને ઉંમરની કોઇ મર્યાદા રહેતી નથી. યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિન અને આધારિત ૩ બાળકો) લાભ મળવા પાત્ર છે.
- આ યોજના હેઠળ કૂલ ૧૩૮પ (સરકારી(૪ ને ખાનગી ૯૪૮) દવાખાનામાંથી સારવાર મેળવી શકે છે.
પ્રક્રિયા
- આ યોજનાનો લાભ લેવા લાભાર્થી કુટુંબને સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. સ્માર્ટ કાર્ડ માટે રજિસ્ટ્રેશન ચાર્જ ૩૦ ચુકવવાનો હોય છે.
- લાભાર્થી પાસે સ્માર્ટકાર્ડ હોવું જરૂરી છે જે કાર્ડ લઇ તે RABY યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલોમાંથી મફત સારવાર મેળવી શકે છે.
અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
- આ યોજના માટે રાજ્ય સરકારે સ્ટેટ નોડલ એજન્સીની રચના કરી યોજનાની સફળતાપૂર્વક અમલી કરેલ છે
- યોજનાના સુપરવિઝન અને મોનીટરીંગ હેતુ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર- RABYની નિમણુંક કરેલ છે.
- RABY યોજના હેઠળ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઇન્સયોરન્સ કંપની નિયુક્ત કરવામાં આવેલ છે.
અન્ય શરતો
- યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી RABY કાર્ડ હોવું જરૂરી છે.
- યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિન અને આધારિત ૩ બાળકો) લાભ મળવાપાત્ર છે.
- જે તે વિભાગ દ્વારા નોંધાયેલા કુટુંબોને જ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થાય છે